• આ યોજનાનો લાભ આનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર • કુંવરબાઈનુું મામેરુ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે. • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી. • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ. • લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનુું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
– રેશનકાર્ડી ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોંચ – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર – જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી નો દાખલો – લગ્ન કઈ તારીખે કર્યા ગામ?, કોના પુત્ર સાથે?, પુન: લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર – કન્યા તથા કન્યાના પિતા શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી નું પ્રમાણપત્ર – કંકોત્રી ની નકલ – કન્યાના પિતા ની વાર્ષિક આવક અંગેનો દાખલો
– રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોચ – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર – જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રી નો દાખલો – કન્યાના પતિ હાલ શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર – કન્યા તથા પતિ એ અભ્યાસના કરેલ હોય તો જન્મતારીખ અંગેનો દાખલો – વર-વધૂનું લગ્ન સમયનો સંયુક્ત ફોટો