ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે.

દર અઠવાડિયે તાલુકા-નગરપાલિકા મુજબના 252 અને વોર્ડ મુજબના 170 વિજેતાઓને રૂ. 1.60 કરોડના ઈનામો. 15 અઠવાડિયામાં, કુલ રૂ. 25 કરોડના ઈનામો અને અભ્યાસ પ્રવાસ આપવામાં આવશે

સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામા આવશે.

જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની + ર બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.