playquiz

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના 2023, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ મળશે રૂ.1,25,000 લાભ

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના 2023, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ મળશે રૂ.1,25,000 લાભ

By • Last Updated

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના 2023, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ મળશે રૂ.1,25,000 : કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં OBC, EBC અને વિચરતી વિમુક્તિ જાતિના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા આધારિત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹75,000 તથા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ₹1,25,000 શિષ્યવૃત્તિ મળશે.

આમ, આ યોજનામાં આંદાજે દર વર્ષે 15,000 વિદ્યાર્થીઓને 383.65 કરોડની સહાય રકમ આપવામાં આવે છે. આ PM યશસ્વી શિષ્યવૃતિ યોજના શું છે ?, અરજી કરવા માટે યોગ્ય પાત્રતા શું છે ? કેટલી સહાય મળવાપાત્ર છે ?, તેમાં શું ડૉક્યુમેન્ટ જોઈએ ?, અરજી કઈ રીતે કરવી ? સંપૂર્ણ માહિતી આ અહેવાલમાં આપેલ છે ? સૌ પ્રથમ આપણે આ યશસ્વી શિષ્યવૃતિ યોજના વિશે જાણીએ,

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના 2022

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા PM યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ વર્ષ 2022-23ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. આ યોજના માં લગભગ 383.65 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ યોજના 78 શહેરોમાં 11 સપ્ટેમ્બર 2022 ના રોજ પરીક્ષા આવશે જેનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના માટે પાત્રતા

PM યશસ્વી શિષ્યવૃતિ યોજનામાં અરજી કરવા માટે યોગ્ય પાત્રતા નીચે પ્રમાણે હોવી જોઈએ.

  1. ઉમેદવાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
  2. ઉમેદવાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવો જોઈએ.
  3. નીચે લિંકમાં શાળા યાદી આપેલ છે તેમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવો જોઈએ
  4. વર્ષ 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  5. વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
  6. ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 તારીખ સુધી થયેલો હોવો જોઈએ
  7. ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 તારીખ સુધી થયેલો હોવો જોઈએ
  8. છોકરાઓ અને છોકરીઓ બંને ફોર્મ ભવ માટે અરજી કરી શકે છે.

PM Yashaswi Scholarship મળવાપાત્ર સહાય

PM યશસ્વી શિષ્યવૃતિ યોજનામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક નીચે અનુસાર રકમ મળવાપાત્ર છે

  • ધોરણ 9 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000/- રૂપિયા મળવાપાત્ર છે
  • ધોરણ 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000/- રૂપિયા મળવાપાત્ર છે
  • ધોરણ 11 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 1,25,000/- રૂપિયા મળવાપાત્ર છે
  • ધોરણ 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 1,25,000/- રૂપિયા મળવાપાત્ર છે.

PM યશસ્વી શિષ્યવૃતિ માટે જરૂરી ડૉક્યુમેન્ટ

PM યશસ્વી શિષ્યવૃતિ યોજનામાં જરૂરી ડૉક્યુમેન્ટ નું લિસ્ટ નીચે મુજબ આપેલ છે.

  1. અભ્યાસનું સર્ટીફીકેટ
  2. આધારકાર્ડ
  3. બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
  4. આવકનું પ્રમાણપત્ર
  5. જાતિ પ્રમાણપત્ર
  6. મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ

મહત્વની તારીખ

યોજનાનુ નામ:PM યશસ્વી શિષ્યવૃતિ યોજના
બોર્ડ વિભાગ:સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:૨૭ જુલાઇ ૨૦૨૨
ફોર્મ ભરવાની અંતિમ તારીખ:૨૬ ઓગસ્ટ ૨૦૨૨
એડમિત કાર્ડ જાહેર તારીખ:૦૫ સપ્ટેમ્બર ૨૦૨૨
પરીક્ષા તારીખ:૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨
જવાબવહી તારીખ:જાહેર કરવામાં આવશે
રિજલ્ટ તારીખ:જાહેર કરવામાં આવશે

PM યશસ્વી માં અરજી કઈ રીતે કરવી?

PM યશસ્વી શિષ્યવૃતિ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે પ્રમાણે સ્ટેપ અનુંસરો:

  1. સૌ પ્રથમ NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
  2. પછી PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો
  3. ત્યારબાદ લોગીન કરીને ત્યાં તમામ માહિતી ભરો અને સબમિટ કરો
  4. બસ આટલું કરશો એટ્લે તમારી અરજી થઈ જશે અને ફોર્મની PDF ડાઉનલોડ કરી શકો છો.

મહત્વની લિન્ક

ઓફિશિયલ નોટિફિકેશન અહી ક્લિક કરો
જાહેર સૂચના (હિન્દમાં)અહી ક્લિક કરો
શાળા યાદી જોવા માટેઅહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટwww.yet.nta.ac.in

નોંધ: ઉમેદવાર દ્વારા સબમિટ કરવામાં આવેલ બહુવિધ અરજી ફોર્મ કોઈપણ રીતે સ્વીકારવામાં આવશે નહીં

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના
PM યશસ્વી શિષ્યવૃતિ યોજના

FAQs

પીએમ યશસ્વી શિષ્યવૃતિ યોજનાનો લાભ કોને મળશે?

અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના માટે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

વેબસાઇટ: www.nta.ac.in, yet.nta.ac.in, socialjustice.gov.in

PM યશસ્વી શિષ્યવૃતિ યોજના માટે હેલ્પ લાઇન નંબર શું છે ?

હેલ્પ લાઇન: 011-69227700, 011-40759000
ઈ-મેઈલ એડ્ર્રેશ: [email protected]

x