playquiz

Gujarat Vahli Dikri Yojana Form, Eligibility And Benefits

Gujarat Vahli Dikri Yojana Form, Eligibility And Benefits

By • Last Updated

Gujarat Vahli Dikri Yojana – વ્હાલી દિકરી યોજના ગુજરાત
‘Vahli Dikri Yojana’ launched to save Gujarat’s daughters. The state in the budget on Tuesday allocated Rs 133 crore for the scheme, under which Rs 1 lakh will be provided to first and second daughters of a family on attaining 18 years of age, for their wedding or higher education. The DyCM told the state assembly house that the scheme, the first-ofits-kind by the Gujarat government, will help prevent female foeticide, promote education of girls, and provide a substantial sum to fund the the higher education and weddings of girls.

વ્હાલી દીકરી યોજનાની પાત્રતા

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali dikri yojana eligibility નક્કી કરેલી છે. આ યોજનાનો લાભ કોણે મળશે તથા તેની પાત્રતા શું છે. જે નીચે મુજબ છે.

1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

કન્યાઓને લગ્ન બાદ મળતી કુંવરબાઈના મામેરા યોજના વિશે ગુજરાતી ભાષામાં સંપૂર્ણ માહિતી મેળવો.

Gujarat Vahli Dikri Yojana 2021 | Vahli Dikri Yojana Application Form Gujarat PDF in Gujarati । Vahali Dikri Yojana In Gujarati
Source: Women & Child Development Department (WCD) | Government of Gujarat

વ્હાલી દીકરી યોજના માટે Document

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

Vahali dikri yojana form ક્યાંથી મેળવવું

1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

Vahali Dikari Yojana form pdf

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે નિયત નમૂનામાં અરજીપત્રક જાહેર કરેલ છે. આ અરજી પત્રક મેળવવા સરકારની ઓફિશીયલ વેબસાઈટ WCD Gujarat પરથી વિનામૂલ્યે મેળવી શકાશે. આ ઉપરાંત Vahali Dikri Yojana 2021 Form મેળવવા નીચે આપેલા બટન પરથી Download કરી શકાશે.

Vahali Dikri Yojana Helpline Number

વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા કક્ષાએ આવેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતેથી મેળવી શકાશે. આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએથી ICDS વિભાગના કર્મચારીઓ પાસેથી તથા ગ્રામ પંચાયત ખાતેથી પણ મેળવી શકાશે.

વ્હાલી દીકરી યોજના બાબતે અન્ય માહિતી:

વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્‍વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

Video Credit : Government of Gujarat Official Website (https://wcd.gujarat.gov.in/)

વ્હાલી દીકરી યોજના બાબતે પ્રશ્નોત્તરી

  • વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?
    • વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.
  • વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?
    • વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.
  • વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
    • આ યોજનાનું અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્રમાંથી, CDPO કચેરી ખાતેથી અથવા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે.
  • શું Vahali Dikari Yojana Online Form ભરી શકાશે…?
  • વ્હાલી દીકરી યોજનાની ઓનલાઇન કોની પાસેથી કરી શકાશે.?
    • Vahali Dikari Yojana Online Arji માટે ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી, તાલુકામાંથી મામલતદાર કચેરીમાંથી અથવા ATVT(જન સેવા કેન્દ્ર) માંથી ભરી શકાશે.
  • Vahali Dikari Yojana માટે અરજી કરવાની સમય મર્યાદા કેટલી છે?
    • આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના જન્મ પછી 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં.
  • વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી નક્કી કરેલી છે?
    • આ યોજનાનો લાભ લેવા માટે “દંપતિની કુલ વાર્ષિક આવક 2.00 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ. આ દાખલો સક્ષમ અધિકારીશ્રીનો હોવો જોઈએ.

Sociologist Gaurang Jani said that government giving cash incentives for education of girls was good, but giving Rs 1 lakh for weddings at 18 years would incentivize parents to marry off their daughters, rather than allowing them to pursue a college education.

Gujarat Vahli Dikri Yojana Form (અરજીફોર્મ) 
View / Download Gujarat Vahli Dikri Yojana Form


Gujarat Vahli Dikri Yojana Sogandhnamu/Affidevit 

Gujarat Govt To Launch Vali Dikari Yojna for girl Empowerment In The State

Read Latest Circular

Download Form : Click Here


View / Download Gujarat Vahli Dikri Yojana Sogandhnamu/Affidevit સોગંદનામું (એફીડેવીટ)


Gujarat Vahli Dikri Yojana In Gujarati [Official Image]

Gujarat Vahali Dikri Yojana Eligibility
1.Only Permanent Residents of Gujarat are Eligible
2. This Scheme is valid for First Three Girl Childs Per Family
3. Annual Income of the family must not exceed Rs. 2 Lakhs

Gujarat Vahli Dikri Yojana Benefits


1. Once the Girl Child Enters Class 1, Financial Assistance of Rs. 4000 Will be Given
2. After Entering Class 9 the Girl child gets financial assistance of Rs. 6000
3.Upon Attaining age of 18 years, the State Government will transfer Rs. 1 Lakh to the beneficiary for Higher Education & Marriage.
New Changes In Gujarat Vahli Dikri Yojana

This scheme will prevent female foeticide, promote education of girls and provide a substantial sum to fund higher education and wedding of girls.

Review & Discussion

Comment

x