playquiz

GKIQ સ્પર્ધા 2022, મેળવો ૪,૦૨,૫૦૦ રૂપિયાનું ઈનામ {રજીસ્ટ્રેશન શરુ}

GKIQ સ્પર્ધા 2022, મેળવો ૪,૦૨,૫૦૦ રૂપિયાનું ઈનામ {રજીસ્ટ્રેશન શરુ}

By • Last Updated

GKIQ સ્પર્ધા 2022 : GKIQ : વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ૧૯૭૭ થી ગુજરાતકક્ષાની GKIQ સામાન્યજ્ઞાન (બુદ્ધિકસોટી) યોજવામાં આવે છે . આ સ્પર્ધાનો હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષાએ લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના માળખા આવરી લેવામાં આવે છે.

જેવી કે, CSAT (Civil Service Aptitude Test), CAT (Common Admission Test), MAT, IBPS (Indian Banking Presonal Service, બેંક કલાર્ક – ઑફિસર માટે) UPSC (Union Public Service Commission) SSC (Staff Selection Commission), NDA (National Defence Academy) CDS (Combine Defence Service), ગુજરાત કક્ષાએ લેવાતી GPSC, TET, TAT, તલાટી – મંત્રી, નાયબ મામલતદાર, PSI, Police Constable, સચીવાલય કલાર્ક, કોર્ટ કલાર્ક વગેરેના પ્રવર્તમાન સમયના પરીક્ષા માળખાને આવરી લેતા પ્રત્યેક વિષયો જેવા કે English, Mathematics, Reasoning (તર્કશક્તિ), General Knowledge/General Studies, Economic & Banking Awareness, Computers Aptitude, Data interpretation ગુજરાતી ભાષાને આવરી લેતી પરીક્ષા છે.

આ આર્ટીકલમાં GKIQ સ્પર્ધા અંગેની નીચે મુજબની માહિતી મેળવીશું : GKIQ સ્પર્ધા 2022

 • GKIQ શું છે ?
 • કસોટીનું માળખુ શું છે?
 • વ્યવસ્થા ફી કેટલી છે ?
 • GK-IQ ભાગ લેનાર દરેકને કેટલો લાભ મળશે?
 • GKIQ નું ઓનલાઈન રજીસ્ટ્રેશનકઈ રીત કરવું ?
 • વિધાર્થીઓના નામની એન્ટ્રીની ફાઈલ અપલોડ કઈ રીતે કરવી ?

GKIQ શું છે ? જાણકારી

આ સ્પર્ધા વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને 4,02,500/- રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવે છે.અને GKIQ નું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ કસોટી દ્વારા વિદ્યાર્થીમાં સામાન્યજ્ઞાન, મૌલિકતા, વિચારશક્તિ, અવલોકનશક્તિ, સમજશક્તિ, તર્કશક્તિનો વિકાસ થશે અને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવાની ગંભીરતા અને લક્ષ્ય પ્રાપ્તી કરશે એ જ અભ્યર્થના સાથે.

સામાન્યજ્ઞાન (GKIQ ) – બુદ્ધિકસોટી – ૨૦૨૨

તારીખ૧૧-૯-૨૦૨૨, રવિવાર
માધ્યમગુજરાતી તથા અંગ્રેજી (બંને)
સ્થળતમારી શાળા
સમય ૯.૦૦ થી ૧૦.૩૦
વિભાગધોરણ ૫ થી ૧૦ દરેક માટે અલગ પરીક્ષા લેવાશે તથા ધો.૧૧, ૧૨ અને કૉલેજની સંયુક્ત પરીક્ષા રહેશે.

કસોટી માળખુ કેવું

આ સ્પર્ધાનું કસોટીપત્રમાં નીચે જણાવેલ ક્ષેત્રના ૧૨૦ હેતુલક્ષી પ્રશ્નો (MCQ) રહેશે.

 1. સામાન્યજ્ઞાન
 2. બુદ્ધિચાતુર્ય
 3. કોમ્પ્યૂટર એપ્ટીટ્યૂડ
 4. અવલોકન શક્તિ
 5. ભાષા (અંગ્રેજી, ગુજરાતી)
 6. ગણિત

વ્યવસ્થા ફી શું

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વ્યવસ્થા ફી નીચે પ્રમાણે ચૂકવવાની રહેસે.

 • વિદ્યાર્થી દીઠ રૂ. ૫૦/- હેશે.
 • શાળા કેન્દ્ર માટે સંચાલન વ્યવસ્થા ખર્ચના રૂ.૧૦/-
  1. કેન્દ્ર મેળવવા માટે દરેક શાળાએ તમામ વિભાગના થઈને ઓછામાં ઓછી ૩૦ વિદ્યાર્થીઓની સંખ્યા કરવાની રહેશે.
  2. પરીક્ષાની તૈયારી માટે દરેક ધોરણ પ્રમાણેની ૬૪ પાનાની GK – IQ માર્ગદર્શિકા અપાશે.
  3. દરેક પત્ર વ્યવહારમાં તમારો કેન્દ્ર નંબર તથા શાળા કૉલેજના નામનો ઉલ્લેખ અચૂક કરવો.
  4. જ્યાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ન થાય ત્યાં જરૂર પડે ગ્રામ્ય વિસ્તારની શાળાએ નજીકના તાલુકા સેન્ટર પરથી કસોટી સાહિત્યનું પાર્સલ મેળવી લેવાનું રહેશે.
  5. જરૂરી રકમનો Payable at Bhavnagar નો ડિમાન્ડ ડ્રાફટ “વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર” ના નામનો મોકલવો. અથવા તમારા ગામમાં Axis બેંકમાં, સંસ્થાના સેવિંગ્સ બેંક એકાઉન્ટ નંબર ૨૦૦૦૧૦૧૦૦૦૩૨૫૬૮ (IFSC Code – UTIB0002576) માં રકમ જમા કરાવીને પે સ્લીપની ઝેરોક્ષ મોકલવી. અથવા ૯૪૨૮૮૫૪૫૦૦ પર ગુગલ પે કરી શકો છો.
  6. તમારા કેન્દ્રની સંખ્યા, તેનું લીસ્ટ તથા પરીક્ષા ફીની રકમનો ડિમાન્ડ ડ્રાફટ કે બેંક પેસ્લીપની નકલ મળ્યા પછી આપને પહોંચ સાથે દરેક બાળકોને આપવાનું જરૂરી સાહિત્ય મોકલી આપવામાં આવશે.
  7. દરેક ધોરણના વિદ્યાર્થીઓના નામની યાદી નોંધણીપત્ર મુજબ અલગ અલગ બનાવવી.
  8. દરેક કેન્દ્રને વિદ્યાર્થી દીઠ કુલ ફી રૂ. ૫૦ માંથી રૂ. ૧૦ પરીક્ષા કેન્દ્ર વ્યવસ્થાના ખર્ચ તરીકે મળશે. જે રકમમાંથી સુપરવિઝન, ટપાલ વગેરેનો ખર્ચ કરી શકો છો. આ ઉપરાંત તમારા કેન્દ્રના દરેક વિભાગના ૩ કે વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વ્યવસ્થા ખર્ચની કુલ રકમના ઓછામાં ઓછા ૨૦ – ૩૦ ટકા રકમ ઈનામરૂપે વાપરવાની રહેશે.
  9. અંગ્રેજી માધ્યમની શાળાઓએ તેમના ફોર્મ તથા વિદ્યાર્થીઓના નામ અંગ્રેજી કેપીટલ અક્ષરોમાં લખી મોકલાવવા.
  10. દરેક વિભાગના પ્રથમ ૪૦૦ વિદ્યાર્થીઓની બીજી ટેસ્ટ લેવામાં આવશે અને બીજી ટેસ્ટમાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર રહેશે નહીં.
  11. પ્રથમ અને દ્વિતીય બંને ટેસ્ટની ગુણવત્તાના આધારે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે.
  12. બીજી ટેસ્ટ સંસ્થાની સંચાલન સમિતિએ પસંદ કરેલા કેન્દ્રો પર લેવાશે.
   નોધ : આ પરીક્ષા કેન્દ્ર ૫૨ વિદ્યાર્થીએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.

GK-IQ ભાગ લેનાર દરેકને મળવાપાત્ર લાભ શું

આ સ્પર્ધામાં દરેક ઉમેદવારને મળવાપાત્ર લાભ નીચે પ્રમાણે આપેલ છે.

 1. દરેક વિદ્યાર્થીને મલ્ટીકલર પ્રમાણપત્ર અપાશે.
 2. કુલ રૂ. ૪,૦૨,૫૦૦/ ની શિષ્યવૃત્તિ અપાશે.
દરેક વિભાગ માટે શિષ્યવૃતિ
પ્રથમ શિષ્યવૃત્તિ3000/-
દ્વિતીયશિષ્યવૃત્તિ2500/-
તૃતીયશિષ્યવૃત્તિ2000/-
ચોથીશિષ્યવૃત્તિ1500/-
પાંચમી શિષ્યવૃત્તિ1000/-
૯૫ વિશેષ શિષ્યવૃત્તિ500/-

અગત્યની તારીખ કઈ

 • તા.૦૪-૦૯-૨૦૨૨ સુધીમાં વિદ્યાર્થીની નોંધણી કરી અમને ફી પહોંચાડવી.
 • તા. ૧૧-૦૯-૨૦૨૨ રવિવારે સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ બુદ્ધિકસોટી.
 • તા. ૨૦-૦૯-૨૦૨૨ સુધીમાં અમને જવાબપત્ર પેકિંગ કરીને મોકલવા.
 • તા. ૦૪-૧૨-૨૦૨૨ બીજી લેખિત કસોટી યોજાશે. સમય ૧.૩૦ થી ૩.૦૦
 • તા. ૩૧-૧-૨૦૨૩ના રોજ પરીણામ જાહેર થશે.

GKIQ નું ઓનલાઈન રજીસ્ટ્રેશનકઈ રીત કરવું ?

આ સ્પર્ધાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો.

 • સૌ પ્રથમ www.vikasvartul.org ની વેબસાઈટ પર જવું.
 • જો તમે સ્કૂલનું રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો રજીસ્ટ્રેશન માટે GKIQ ટેબ પર કલીક કરવું.
 • ત્યારબાદ Registration બટન પર કલીક કરી તમારી સ્કૂલની વિગત ભરી Submit & pay બટન પર કલીક કરી GKIQ માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની ફીનું ઓનલાઈન પેમેન્ટ કરાવવું.
 • ત્યારબાદ સંપૂર્ણપણે સ્કૂલ રજીસ્ટ્રેશન થયેલ ગણાશે.

વિધાર્થીઓના નામની એન્ટ્રીની ફાઈલ અપલોડ કરવા માટે

સ્કૂલમાં વિધાર્થીઓના નામની એન્ટ્રીની ફાઈલ અપલોડ કરવા નીચે પ્રમાણે પ્રક્રિયા કરો.

 1. GKIQ ટેબ પર કલીક કરી સ્કૂલ લોગઈન થવાનું ત્યાર બાદ ડેમો EXCEL FILE ડાઉનલોડ કરવી.
 2. ત્યારબાદ કોલમ મુજબ વિદ્યાર્થીઓના નામની એન્ટ્રી કરી ફાઈલ સેવ કરીને સ્કૂલ લોગ ઈન કરવું.
 3. ત્યાં આગળ UPLOAD STUDENT EXCEL FILE પર કલીક કરી વિદ્યાર્થીઓના નામની EXCEL FILE અપલોડ કરવી.
 4. વિદ્યાર્થીઓના નામનો સુધારો વધારો કરવા માટે સ્કૂલ લોગ ઈન થઈ STUDENT LIST પર કલીક કરવું જેથી કરીને તમારા કમ્પ્યૂટરની સ્ક્રીન પર તમારી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના નામની યાદી જોવા મળશે.
 5. જેમાં તમે EDIT/DELETE કરી શકશો.

નોંધ : ફીનું પેમેન્ટ વેબસાઈટ દ્વારા કરવું હોય તેમણે જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

અગત્યની લિન્ક

GKIQ પરિપત્ર PDFઅહિ ક્લીક કરો 
GKIQનું રજી્ટ્રેશન કરવા માટેઅહિ ક્લીક કરો 
ઓફિશિયલ વેબસાઈટ www.vikasvartul.org
GKIQ સ્પર્ધા 2022
GKIQ સ્પર્ધા 2022

FAQ : સવાલ-જવાબ

વિકાસ વર્તુળ ટ્રસ્ટ કયા આવેલ છે?

વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળીયા તળાવ, ભાવનગર -૩૬૪૦૦૧

GKIQ સ્પર્ધા માટે હેલ્પ લાઈન નંબર શું છે?

ફોન : (૦૨૭૮) ૨૫૨૫૯૦૭, ૨૫૨૫૯૦૮, ૨૫૨૫૯૦૯ (સમય : ૧૦ થી ૬ )
ઈ – મેઈલ : [email protected]

GKIQ સ્પર્ધામાં ગંભીર સમસ્યા કે ફરિયાદ માટે સંચાલન સમિતિનો સંપર્ક નંબર શું છે ?

સંચાલન સમિતિનો ખાસ મોબાઈલ તથા વોટ્સએપ નંબર ૯૪૨૮૮૫૪૫૦૦ (સમય : ૧૦ થી ૬)

GKIQ સ્પર્ધા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

www.vikasvartul.org
x